(રૂઠિપ્રયોગ ભાગ - ૧૫ ત, ત્ર, થ
'ત' અને 'ત્ર' થી શરૂ થતા
1. તડાકા મારવા - બડાશની વાતો કહેવી
2. તનકારા થવા - બરકતની છોળ માણવી
3. તરણાને તોલે કરવું - કોઇ ગણતરીમાં ન હોય એવું કરવું
4. તરવાર તાતી કરવી - યુદ્ધની તૈયારી કરવી
5. તલમાં તેલ ન હોવું - સામર્થ્ય જતું રહેવું
6. તાકડો સાધવો - યોગ્ય વખત જોઇને કામ કરવું
7. તાગડે તેવડ રાખવી - જોઇ વિચારીને ખર્ચ કરવો
8. તાડનો ત્રીજો ભાગ હોવું - ઘણું ઊંચું હોવું
9. તાન મારવી - ગળામાંથી સૂર કાઢી બતાવવા
10. તાનમાં આવવું - લહેરમાં આવવું
11. તાળી વાગવી - લગની લાગવી
12. તુંતા કરવું - બોલાચાલી કરવી
13. તુમારે ચડવું - મહેનત છતાં કામ પાર ન પાડવું
14. તૂતે તૂતે ચલાવવું - ખોટી બનાવટી વાત કહેવી
15. તેજ મારવું - રુઆબ પાડવો
16. તેરીખ દેવી - વ્યાજ આપવું
17. તોડી પાડવું - પાડી નાખવું
18. ત્રાજવું નીચું નમવું - લાભ થવો
19. ત્રીજું નેત્ર ઊઘડવું - એકાએક ગુસ્સો ફાટી નીકળવો
'થ' થી શરૂ થતા
20. થડ બાંધવું - શરૂઆત કરવી
21. થડક પેસવી - ભયભીત થવું
22. થાળી ફેરવવી - પૈસા ઉઘરાવવા
23. થૂલિયાં મારવાં - ફાંફાં મારવાં
24. થૂલી ખંખેરવી - માર મારવો
25. થૂલું કાઠવું - માનભંગ કરવું
26. થોલ બેસવો - અનુકૂળ સમય મળવો
'દ' થી શરૂ થતા
27. દમ પકડવો - ધીરજ રાખવી
28. દમ બાંધવો - પૂરી તાકાત એકઠી કરવી
29. દમ બાંધીને ચાલવું - ઉતાવળે ચાલવું
30. દશા બેસવી - પડતી દશા આવવી
31. દહાડાં વાંકા થવા - દશા ખરાબ થવી
32. દહાડે લાગવું - રોજગારે વળગવું
33. દહાડો આથમવો - પડતી દિશામાં આવવું
34. દહાડો ઊઘડવો - સારી સ્થિતિમાં આવવું
35. દાવ સાધવો - અનુકૂળ વખતનો લાભ લઇ લેવો, લાગ મેળવવો
36. દીઠે ડોળે ન બનવું - એકબીજાના કટ્ટર દુશમન હોવું
37. દીલો લઇને કૂવામાં પડવું - હાથે કરીને મુશ્કેલીઓ વહોરવી
38. દીસતું કરવું - છોડી કે મૂકી દેવું
39. દુખણાં લેવા - ઓવારણાં લેવા
40. દુનિયાની હવા લાગવી - સંસારનો અનુભવ થવો
41. દૂધે ધોઇને આપવું - પ્રામાણિકતાથી આદરપૂર્વક આપવું