(ગુજરાતી સાહિત્યકારોની સફરે - અર્વાચીન યુગના સાહિત્યકારો -4)
અર્વાચીન યુગના સાહિત્યકારો
1. નંદશંકર તુળજાશંકર મહેતા -
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા 'કરણઘેલો' ના લેખક
2. નટવરલાલ કુબેરદાસ પંડયા - કવિ, વિવેચક
Ø ઉપનામ - ઉશનસ
Ø જન્મ - સાવલી
Ø કૃતિ - પ્રસૂન, રૂપ અને રસ, પૃથ્વી ગતિનો છંદોલય, નેપથ્યે, આદ્રા, સ્પંદ અને છંદ, રૂપના લય, આરોહ અવરોહ, ઉપસર્ગ
3. નથુરામ શુકલ -
Ø કૃતિ - કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર
4. નરસિંહરાવ દિવેટિયા - (૧૮૫૯-૧૯૩૭) સાહિત્ય દિવાકર,
Ø ઉપનામ - જ્ઞાનબાલ
Ø અર્વાચીન યુગના અગ્રેસર કવિ
Ø 'આ વાઘને કરુણ ગાન વિશેષ ભાવે' - કરુણા સભર પંક્તિના સર્જક
Ø જન્મ - અમદાવાદ
Ø કૃતિ - બુદ્ધરચિત, સ્મરણમુકુર, નૂપુર ઝંકાર, હ્રદયવીણા, મનોમુકુર ભાગ ૧ થી ૪, કુસુમમાળા, સ્મરણસંહિતા, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર ભાગ ૧ અને ૨, પ્રેમળજ્યોત, તરંગલીલા, વિવર્તલીલા,
5. નરહરિ પરીખ -
Ø કૃતિ - માનવ અર્થશાસ્ત્ર
6. નર્મદશંકર દવે - (૧૮૩૩-૮૬) સુરત
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી ગદ્યનો પિતા, યુગ વિધાયક સર્જક, પત્રકાર અને સમાજ સુધારક
Ø 'મારી હકીકત' સૌપ્રથમ આત્મકથા લખનાર
Ø નિબંધ અને શબ્દકોશ આપનાર સાહિત્યકાર
Ø 'દાંડિયો' નામનું પક્ષિક શરૂ કરનાર
Ø કૃતિ - મારી હકીકત, રાજયરંગ, નર્મકવિતા, નર્મગદ્ય, અલંકારપ્રવેશ, નર્મકોશ, નર્મવ્યાકરણ, નર્મકથાકોશ, રસપ્રવેશ, ઉત્તર નર્મદચરિત્ર, ધર્મવિચાર, કૃષ્ણકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તલ, કવિ અને કવિતા, કવિચરિત્ર, સજીવારોપણ, મેવાડની હકીકત, પિંગળપ્રવેશ
7. નલિન રાવળ -
Ø કૃતિ - સહવાર ભાગ ૧ અને ૨, ઉદગાર, અવકાશ,
8. નવલરામ ત્રિવેદી -
Ø કૃતિ - સમાજ સુધારાનું રેખાદર્શન
9. નવલરામ લક્ષ્મીરામ પંડયા - (૧૮૩૬-૮૮) સુધારક યુગના મહત્વના સાહિત્યકાર
Ø જન્મ - સુરત
Ø ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ પ્રશિષ્ટ વિવેચક
Ø કાવ્યસંગ્રહ-બાળગરબાવલી, બાળલગ્નબત્રીસી
Ø નાટકો - ભટનું ભોપાળું, વીરમતી
Ø કાવ્ય - જનાવરની જાન
Ø અન્ય કૃતિ - કવિજીવન, મેઘછંદ, નિબંધરીતિ,
10. નાથાલાલ દવે -
Ø કૃતિ - રાત થઇ પૂરી
11. નિરંજન ભગત - કવિ, વિવેચક, અનુવાદક
Ø જન્મ - અમદાવાદ
Ø કૃતિ - સ્વાધ્યાયલોક ૧ થી ૮ પુસ્તકો, ૩૩ કાવ્યો, છંદોલય, અંગત, યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંગ
12. ન્હાનાલાલ દલપતરામ - ગુજરાતના કવિવર, ડોલનશૈલીના સર્જક,
Ø ઉપનામ - પ્રેમભક્તિ
Ø જન્મ - અમદાવાદ
Ø સાહિત્યના કાવ્યાકાશમાં 'પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ, તરીકે શોભાયમાન ઉચ્ચકોટિના ઊર્મિકાવ્યના સર્જક
Ø કાવ્યો - કેટલાક કાવ્યો ભાગ ૧ થી ૩, ન્હાના ન્હાના રાસ ભાગ ૧ થી ૩, ગીતમંજરી, વસંતોત્સવ, કુરેક્ષેત્ર
Ø નાટકો - ઇન્દુકુમાર, જયા જયંત, વિશ્વગીતા
Ø અન્ય કૃતિ - વિરાટનો હિંડોળો, હરિદર્શન, હરિસંહિતા, ભાગ ૧ થી ૩, કવીશ્વર દલપત, આપણાં સાક્ષરરત્નો, સાહિત્યમંથન, ચિત્રદર્શનો, બાળકાવ્યો, મહેરામણનાં મોતી, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિતૃતર્પણ, ઉષા, સારથિ