HSC OVER ALL RESULT ALL DISTRICT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર-4ની પરીક્ષા તેમજ 10મી મે ના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધો.12 સાયન્સનું પરિણામ 79.03 ટકા આવ્યું છે. રાજ્યમાં કુલ 1.38 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
બોર્ડની વેબસાઈટ પર જોવા મળશે પરિણામ
પરિણામ www.gseb.org, www.gipl.net પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ કોલ સેન્ટરના 1800 233 5500 ટોલ ફ્રી નંબરથી મેળવી શકશે. પાંચ દિવસ પછી એટલે કે 22મીએ ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરાશે.
પરિણામ જાહેર કરાયા તેના મુખ્ય મુદ્દાઓ
- કુલ વિદ્યાર્થીઓ પાસ - 77.97 ટકા
- કુલ વિદ્યાર્થીનીઓ પાસ - 89.95 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતું ગોંડલ કેન્દ્ર - 97.17 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતું લીમખેડા કેન્દ્ર - 22.61 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો રાજકોટ જિલ્લો - 93.83 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતો છોટાઉદેપુર જિલ્લો - 31.52 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા - 99
- 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા - 28
- A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા - 763
- A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા - 5399
- A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 81.30 ટકા
- B ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 76.58 ટકા
- અંગ્રેજી 86.47 ટકા, ગુજરાતી માધ્યમનું 77.62 ટકા પરિણામ
- ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીએ પાઠવ્યા અભિનંદન
- નાપાસ થનારા વિદ્યાર્થીઓ ન થાય નાસીપાસઃશિક્ષણમંત્રી
- જીંદગી માત્ર આ પરિણામથી પૂર્ણ નથી થતીઃશિક્ષણમંત્રી
- આપણો અભ્યાસક્રમ નબળો નથીઃશિક્ષણમંત્રી
- ધોરણ 10નું પરિણામ 24 મે ના દિવસે જાહેર કરવામાં આવશે
- NEET અંગે સુપ્રીમ કોર્ટમાં ફરીથી એક-બે દિવસમાં રજૂઆત કરાશેઃ ચૂડાસમા
- અમદાવાદ (સિટી) 87.71, અમદાવાદ (રૂરલ) 90.08 ટકા પરિણામ
- અમરેલી 76.46 ટકા, કચ્છ 88.66 ટકા, ખેડા 61.68 ટકા પરિણામ
- જામનગર 89.73 ટકા, જૂનાગઢ 88.31 ટકા, ડાંગ 68.24 ટકા પરિણામ
- પંચમહાલ 50.5 ટકા, બનાસકાંઠા 80.30 ટકા, ભરૂચ 74.09 ટકા
- ભાવનગર 88.56 ટકા, મહેસાણા 88.39 ટકા, રાજકોટ 93.83 ટકા
- વડોદરા 80.51 ટકા, વલસાડ 68.99 ટકા, સાબરકાંઠા 69.69 ટકા
- સુરત 88.63 ટકા, સુરેન્દ્રનગર 90.71 ટકા પરિણામ જાહેર
- આણંદ 65.05 ટકા, પાટણ 76.15 ટકા, નવસારી 70.83 ટકા
- દાહોદ 36.89 ટકા, પોરબંદર 62.33 ટકા, નર્મદા 33.24 ટકા પરિણામ
- ગાંધીનગર 86.21 ટકા, તાપી 58.90 ટકા, અરવલ્લી 65.21 ટકા
- બોટાદ 93.21 ટકા, છોટા ઉદેપુર 31.52 ટકા પરિણામ જાહેર
- દેવભૂમિ દ્ગારકા 87.17 ટકા, ગીર સોમનાથ 75.11 ટકા પરિણામ
- મહિસાગર 44.03 ટકા, મોરબી 91.73 ટકા પરિણામ જાહેર