shikshan sahitya

All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police

ધો-૧૨ સાયન્સનું કાલે સાંજે પાંચ વાગે પરિણામ જાહેર થશે.Result aa Link par j joi Sakashe.



ધો-૧૨ સાયન્સનું કાલે સાંજે પાંચ વાગે પરિણામ જાહેર થશે.

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત પરિણામ જાહેર કરવાના સમયમાં ફેરફાર કરાયો છે. આ વર્ષે ગત માર્ચ-2016માં લેવાયેલી ધોરણ-12 (સેમેસ્ટર-4) સાયન્સનું પરિણામ તા. 17 મેને આવતી કાલે સાંજે 5 કલાકે જાહેર કરવામાં આવશે તેમ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહની અગાઉ જાહેર કરાયેલી તા. ૨૨ મેના રોજ રવિવાર હોઈ તારીખ બદલાય તેવી શક્યતા છે. જોકે ધોરણ-10નું પરિણામ નિર્ધારિત તા. 24 મેના રોજ જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા બપોર બાદ દિલ્હીથી આવવાના હોઈ પરિણામનો સમય બદલાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2016માં ધોરણ-10 અને 12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ-સેમેસ્ટર-4)ની પરીક્ષા લેવામાં આવી હતી. દર વર્ષે બોર્ડ દ્વારા સામાન્ય રીતે ધોરણ-10 અને 12નાં પરિણામો મે મહિનાના છેલ્લા અથવા જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન જાહેર કરવામાં આવતાં હોય છે, પરંતુ આ વર્ષે બોર્ડ દ્વારા પરિણામો વહેલાં તૈયાર થઈ ગયાં હોવાથી પરિણામોને પણ વહેલાં જાહેર કરવાનું આયોજન કરાયું છે.
દર વર્ષે સવારના આઠથી દસ વાગ્યા સુધીના સમય દરમિયાન પરિણામો જાહેર કરવામાં આવતાં હતાં. જોકે બોર્ડ દ્વારા આ વર્ષે એટલે કે આવતી કાલે ધો.12નું પરિણામ સવારના સમયના બદલે સાંજના પાંચ વાગ્યે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા જાહેર કરવામાં આવશે તેમજ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે બોર્ડના ડેપ્યુટી ચેરમેન આર. આર. ઠક્કરે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા આવતી કાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધો.10ના પરિણામની તારીખો આજે બપોરે બોર્ડની વેબસાઈટ ઉપર મૂકી દેવાશે, જેના કારણે વિદ્યાર્થીઓને સુગમતા રહે. બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ-10 અને 12ના પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે બોર્ડ દ્વારા ગુરુવારના બદલે મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવશે.

Result jova mate :-

  

Click here (Link-)